Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મહુધામાં કતલખાને લઇ જવાતા સાત વાછરડાને ઇકો ગાડીમાંથી બચાવવામાં આવ્યા

નડિયાદ : મહુધા પોલીસે રામના મુવાડા દરગાહ રોડ પરથી ઇકો ગાડીમાં કતલખાને લઈ જવાતા સાત જીવિત વાછરડા સાથે કારચાલકને ઝડપી પાડયો હતો. મહુધા પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 મહુધા પોલીસે રામના મુવાડા દરગાહ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ઇકો ગાડી આવતા પોલીસે ઇશારો કરતા ડ્રાઇવર ગાડી ઉભી રાખી હતી. ગાડીમાં ડ્રાઇવર સીટ પાછળ વાછરડા ભરેલા હતા. પોલીસે તલાસી લેતા ટૂંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાંધેલા આઠ વાછરડા (ગૌવંશ) મળી આવેલ જેમાં એક વાછરડું મરણ ગયેલ હાલતમાં હતું. જેથી પોલીસે કાર ચાલકની અટક કરી પૂછપરછ કરતા વાછરડા કઠલાલથી ઈશ્વરભાઈ દેવીપુજકે  ભરી આપ્યા હતા. વાછરડા મહુધા ચકલી ભાગોળમાં રહેતા ફારૂક કુરેશીએ કતલ કરવા મંગાવ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કારચાલક અહમદહનીફ મુનીરમિયા મલેક (રહે. ફીણાવ ભાગોળ, મહુધા)ની અટકાયત કરી તેના અંગજડતીમાંથી મોબાઈલ કિંમત રૂ. ૧૦,૦૦૦ તથા વાછરડા કિંમત રૂ. ૧૬,૦૦૦ તથા ગાડી કિંમત રૂ. ,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ,૨૬,૦૦૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. બનાવો અંગે મહુધા પોલીસે અહમદ હનીફ મલેક, ઇશ્વરભાઈ દેવીપુજક તથા ફારુક કુરેશી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:19 pm IST)