Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતના પાંડેસરામાં મિલમાં મહિલાની સાડી મશીનમાં ફસાઈ જતા કમકમાટીભર્યું મોત

સુરત: પાંડેસરા જી.આઇ.ડી.સીમાં શનિવારે સાંજે મિલમાં કામ કરતી વખતે મહિલા સાડી સાથે મશીનમાં ફસાઇ જવાથી ગંભીર ઇજા થતા મોતને ભેટી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના વડોદ ગામમાં કિષ્નાનગરમાં રામલખની ચાલમાં રહેતી ૩૬ વર્ષની ટુમ્પાદેવી શનિવારે સાંજે પાંડેસરા જી.આઇ.ડી.સીમાં આવેલી મારૃતી મિલમાં ટેક્સટાઇલમાં કામ કરતી હતી. જોકેડ્રમ મશીનમાં તેનો સાડીનો છેડો ફસાઇ જવાથી તે પણ મશીનમાં આવી ગઇ હતી. જેથી તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતુ. અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોચીને કાર્યવાહી કરીને તેનો મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. બાદમાં તેમના પરિવારે વળતરની માંગ સાથે વિરોધ કર્યો હોવાનું સુત્રો જણાવ્યું હતા. ટુમ્પાદેવી મુળ બિહારના ઓરંગાબાદની વતની હતી. તેને ત્રણ સંતાન છે. તેના પતિ સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ આદરી છે.

(6:20 pm IST)