Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વડોદરાના વડદલા ગામે સ્ટેટ સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી દારૂનો મસમોટો જથ્થો જપ્ત કર્યો

વડોદરા:તાલુકાના વડદલા ગામે દશામા માતાજીના મંદિર પાસે દારૂનું વેચાણ થાય છે એવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. વખતે સ્થળ પર મીના રણજીત પરમાર મળી હતી અને સ્થળ ઉપરથી દારૂ અને બિયરની 834 બોટલો અને ટીન કબજે કર્યા હતા. મીનાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે દારૂનું વેચાણ વિપુલ કાલુ રણજીતસિંહ પરમાર કરે છે તેમજ ભાલીયાપુરા ગામમાં રહેતો વિજય પ્રભાતભાઈ ઠાકરડા દારૂનો જથ્થો આપી ગયો હતો. પોલીસે કુલ 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે.   ઉપરાંત સ્થાનિક પોલીસે પણ કપુરાઇ ગામે પ્રેમીલા ઉર્ફે રમીલા વિશાલ પ્રજાપતિના કુવાવાળા ફળિયામાં આવેલા મકાનમાં દરોડો પાડયો હતો. મકાનના વાડાના ભાગે સોડાની બોટલો ગોઠવવાના કેરેટમાં દારૂ અને બિયરની 333 બોટલ મળ્યા હતા. પોલીસે પ્રેમીલા ઉર્ફે રમીલા, આનંદી ઉર્ફે હરિઓમ તેમજ ચિરાગ અંબુભાઈ તડવીને વોન્ટેડ જાહેર કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

(6:21 pm IST)