Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વડોદરા હાઇવે નજીક બ્રિજ પાસે ઉભેલી ટ્રકમાં બીજી ટ્ર્ક અથડાતા ડ્રાઈવરનું મૃત્યુ

વડોદરા: હાલોલથી ઉમરગામ જતી ટ્રક જાંબુવા બ્રિજ પાસે  બગડતા ડ્રાઇવરે  ઉભી કરી દીધી  હતી.તે દરમિયાન પાછળથી આવેલી અન્ય ટ્રકના ચાલકે અકસ્માત કરતા બગડી  ગયેલી ટ્રકના ચાલકને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.

મૂળ યુ.પી.ના અને હાલમાં વલસાડ જિલ્લાના ઉમરગામે રહેતા અરવિંદભાઇ યાદવ આઇશર ટ્રક ચલાવે છે.ગત ૧૦ મી તારીખે તેઓ ટ્રકમાં ઉમરગામથી હાલોલ જવા માટે નીકળ્યા હતા.અને ત્યાંથી માલ ભરીને પરત આવવા નીકળ્યા હતા.તેમણે પોતાના પુત્રને ફોન કરીને કહ્યું હતું કે,હું માલ  ભરીને નીકળ્યો છું.સવાર સુધીમાં આવી જઇશ.મળસ્કે ત્રણ વાગ્યે ઉમરગામ આવતા સમયે તેઓની ટ્રક જાંબુવા બ્રિજ પાસે બગડતા તેઓ ટ્રકમાંથી નીચે ઉતરીને ચેક કરવા ટ્રકના પાછળના ભાગે ગયા હતા.તે દરમિયાન  પાછળથી આવતી એક ટ્રક ચાલકે ધડાકાભેર અથાડતા અરવિંદભાઇ યાદવ રોડ પર ફંગોળાઇ ગયા હતા.અને સ્થળ પર તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જે અંગે મકરપુરા પોલીસે અકસ્માત કરનાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે,શહેર નજીકના ઓમકારપુરા ગામે અંબિકા વિજય સોસાયટીમાં રહેતો પાર્થ ઉર્ફે લક્કી અશોકભાઇ પનારા ગઇકાલે બાઇક લઇને  ઓમકારપુરાથી જી.એસ.એફ.સી. તરફ જતો હતો.તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા  તેને ગંભીર ઇજાઓ થઇ હતી.પાર્થને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ,સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.

(6:22 pm IST)