Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વડોદરામાં બરોડા ડેરીના ડોક્ટરની કાર પેટ્રોલ છાંટીને સળગાવી દેનાર આરોપીને શોધવા મકરપુરા તપાસ હાથ ધરી

વડોદરા: બરોડા ડેરીના ડોક્ટરની કાર પેટ્રોલ છાંટીને સળગાવી દેનાર આરોપીઓની મકરપુરા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

લાલબાગ બ્રિજ પાસે શગુન ફ્લેટમાં રહેતા હસમુખભાઇ મગનભાઇ દૂધાત બરોડા ડેરીમાં પશુઓના ડોક્ટર તરીકે નોકરી કરે છે.તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૧૦ મી સાંજે સાત વાગ્યે હું નોકરી પર નાઇટ ડયૂટિ પર ગયો હતો.તે દરમિયાન રાતે મારા પત્નીએ મને ફોન કરીને જાણ કરી હતી કે,આપણી ફોર વ્હીલર કારને આગ લાગી છે.આપણા ફ્લેટના ઉપરના માળે હોસ્ટેલમાં રહેતા છોકારાઓએ દરવાજો ખખડાવીને મને જાણ કરી હતી.

ડોક્ટરે ઘરે આવીને આગ કોણે લગાવી ? તે અંગે પૂછતા કોઇને તે અંગેની જાણ નહતી.પરંતુ,ગત શિવરાત્રીએ અમારા ફ્લેટના ઉપરના ભાગે આવેલી હોસ્ટેલમાં રહેતા યુવકો અરાજકતા ફેલાવતા હોવાથી તથા આડેધડ ગાડીઓ પાર્ક કરતા હોવાથી તે બાબતે ઝઘડો થયો હતો.જેથી, લોકોએ મારી ગાડી સળગાવી હોવાની મને શંકા છે.એફ.એસ.એલ.ના રિપોર્ટમાં પણ મારી ગાડી પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હોવાનું બહાર આવ્યું હતું.અમારા પાડોશમાં રહેતા ઘનશ્યામભાઇ છગનભાઇ પટેલે અમને કહ્યું હતું કે,તમારી ગાડી સળગી તે પહેલા તમારી ગાડી પાસેથી બે લોકો સ્કૂટર પર જતા હોવાનું મેં બારીમાંથી જોયું હતું.પરંતુ,અંધારાના કારણે હું તેઓને ઓળખી શક્યો નહતો.

(6:24 pm IST)