Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વડોદરાના હરણી વિસ્તારમાં સરકારી આવાસમાં મકાન અપાવવાના બહાને 4.55લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: હરણીના સરકારી આવાસમાં મકાન અપાવવાના બહાને ગરીબ લોકો  પાસેથી .૫૫ લાખ પડાવી લઇ ઓફિસ બંધ કરીને જતા રહેનાર ઠગ સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વી.આઇ.પી.રોડ જલારામ નગર - માં રહેતા મણીબેન પ્રવિણભાઇ પરમારે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,બે  વર્ષ પહેલા મારા મામાના દીકરા રમેશ ધુળાભાઇ પરમાર (રહે.બટનો ટેકરો,કિશનવાડી) તથા તેનેા મિત્ર નિલકેશ કૃષ્ણકાંત  દેસાઇ મારા ઘરે આવ્યા હતા.તે સમયે હું તથા મારો દીકરો રવિ ઘરે હતા.રમેશે મને તથા મારા દીકરાને કહ્યું હતું કે,તમારે સરકારી મકાન જોઇતું હોય તો ગરીબ લાભાર્થીઓને મકાન અપાવવાનું કામ કરતા મારા ઓળખીતા નિલકેશ દેસાઇને વાત કરીએ.અમારે મકાન લેવાનું હોવાથી મેં તેઓને વાત કરી હતી.બે દિવસ પછી રમેશ મારા ઘરે આવ્યો હતો.અને મારા દીકરા રવિને લઇને નિલકેશ દેસાઇની મકરપુરા આકાશવાણી રોડ પર રામ ઇમ્પોરમાં આવેલી આત્મીય સ્ટેમ્પ વેન્ડરની ઓફિસે લઇ ગયો હતો.નિલકેશે સરકારી આવાસ યોજનામાં મકાન અપાવવાનો ભરોસો આપીને કહ્યું હતું કે,તમારે ડી.ડી.તેમજ અન્ય ખર્ચના ૪૫ હજાર આપવા પડશે.અમારા પાસે પૈસાની વ્યવસ્થા નહીં હોવાથી જમાઇ પાસેથી ૪૫ હજાર હાથ ઉછીના લઇને આપ્યા હતા.ત્યારબાદ નિલકેશે અમને કહ્યું હતું કે,હું બધા કાગળો કરી દઇશ.તમે રમેશભાઇને બીજા ૫૭,૬૦૦  આપી દેજો.બે દિવસ પછી રમેશે અમારા ઘરે આવીને કહ્યું હતું કે,તમારા મકાનનું કામ થઇ ગયું છે.અને તેણે અમને કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયરની કચેરી એફોર્ડેબલ હાઉસિંગ સેલ કન્યાશાળા નં- પ્રતાપરોડ,રાવપુરાના લેટરપેડ પર મકાનની કબજા પાવતી બતાવી હરણી આવાસમાં મકાન ફાળવ્યું હોવાનું જણાવ્યું હતું.અને હરણીની સ્કીમ પર લઇ જઇ મકાન ખોલીને બતાવ્યું હતું.અમને વિશ્વાસ આવી ગયો હતો કે,મકાન મળી ગયું છે.તે દિવસે રમેશ અમારા ઘરે આવીને ૫૭,૬૦૦ રૃપિયા લઇ ગયો હતો.અને અમને આત્મીય સ્ટેમ્પ વેન્ડરના લેટરપેડ પર પાવતી આપી ગયો હતો.ત્યારબાદ અમે રમેશને ફોન કરીને મકાનનો કબજો આપવા રજૂઆત કરતા હતા.પરંતુ, તે ખોટા વાયદા કરતો હોવાથી અમે નિલકેશની ઓફિસે જઇને તપાસ કરતા ઓફિસ ખાલી કરીને તે જતો રહ્યો હોવાની વિગતો જાણવા મળી હતી.

(6:25 pm IST)