Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતના ઓલપાડમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

સાંજે અચાનક વાતાવરણમાં પલટો :જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો

સુરતઃ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ત્યારે બપોર બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

   સુરતના ઓલપાડમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાતો હતો. કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફટકો પડી શકે તેવી શક્યતા છે.

  ત્યારે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આવા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે

  ગુજરાતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 15, 16 અને 17 માર્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી ઝાપટા આવે તેવી શક્યતા છે.

 

(7:32 pm IST)