Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

તિલકવાડા તાલુકામાં બેફામ બન્યા લાકડા ચોરો : ઉતાવળી ચેક પોસ્ટ લાકડા ચોરોનું એપી સેન્ટર બન્યું

નર્મદા જિલ્લો 45 ટકા વન વિસ્તારથી ઘેરયેલો છે ત્યારે તિલકવાડા તાલુકામાં લાકડા ચોરો બેફામ બન્યા હોય જેમાં વન વિભાગની પણ સંડોવણી હોવાની ચર્ચા છે: લાકડા ચોરો રાત્રિ દરમિયાન જ લાકડા કટિંગ કરી રાતો રાત વાહનોમાં ભરી લાકડા ની તસ્કરી કરતા હોય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો જે મેવાસ વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યારે વડોદરા જિલ્લાની હદ વિસ્તારનાં ગામોમાંથી ખેર સમાળા જેવા વૃક્ષને વેપારીઓ બે રોકટોક રીતે કાપીને મોટા પાયે વેપલો કરી રહ્યા હોવાનું સંભળાઈ છે.જોકે વન અધિનિયમ મુજબ ખેરનું વુક્ષ જે આરક્ષીત છે છતાં પણ આ વૃક્ષોનું નિકંદન મોટાપાયે થઈ રહ્યું હોવાનું જાણવા મળતું છે

આ ખેરના વૃક્ષમાંથી કાથો બને જે કાથો પાન મસાલામાં ઉપયોગ થાય છે,તિલકવાડા તાલુકામાં બે રોકટોક ખેરના વૃક્ષનું કટિંગ થઈ રહ્યું છે જેમાં જાણવા મળ્યા મુજબ સ્થાનીક વેપારીઓ ગામમાં સોદા કર્યા બાદ રાતો રાત ઝાડનું કટિંગ થઈ જાય છે અને આ ખેરના વૃક્ષ રાજસ્થાન મધ્યપ્રદેશના વેપારીઓને મોકલવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, આ લાકડા ડભોઇ છોટાઉદેપુર જેવા વિસ્તાર માં પણ મોકલાય રહ્યા છે જોકે આ ચોરીનાં ધંધામાં વન વિભાગ પણ સંડોવાયેલું છે માટે તસ્કરો બેફામ બેરોકટોક આ ધંધો કરતા હોવાની પણ ચર્ચા છે, ત્યારે ઉતાવળી ચોકડી ખાતે અગાવ ફોરેસ્ટ ચેક પોસ્ટ હતી તે પુનઃ કાર્યરત કરવી જોઇએ ઉપરાંત ગેગડીયા ખાતે જો એક ચેક પોસ્ટ ફોરેસ્ટ વિભાગ ઉભી કરે તો તિલકવાડા વિસ્તાર માંથી ખેરના વુક્ષનું નિકંદન થતું બંધ થાય એમ હોય માટે રાજ્યનું ફોરેસ્ટ વિભાગ આ ગંભીર બાબતે ચિંતિત બની આ મામલે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ છે.

 જોકે આ મામલે તિલકવાડા આર.એફ.ઓ. ગભાણીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તિલકવાડા વિસ્તારમાં લાકડા ચોરી થતી નથી છતાં હું પેટ્રોલિંગ કડક કરવા સૂચના આપુ છું અમે અગાઉ લાકડા ચોરી કરતી ચાર ગાડીઓ પકડી હતી પરંતુ હાલમાં આવી કોઈ ચોરીની બુમ આવી નથી છતાં હું ચેક કરી રાત્રિ પેટ્રોલિંગ વધારાવું છું

 

(11:14 pm IST)