Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાગબારાની ચીકાલી ફાટક પાસે ટેમ્પામાંથી શંકાસ્પદ આયુર્વેદીક સીરપની બોટલો જપ્ત કરતી LCB, નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા પોલીસ વડાએ જીલ્લામા ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવાની સુચનાનાં આપતા જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ કરવા તેમજ શંકાસ્પદ શખ્શોની વોચમાં રહી કામગીરી કરવાની સુચના કરતાં એલ.સી. બી. સ્ટાફના પોલીસ માણસો સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ હતા ત્યારે ચીકાલી ફાટક પાસે વાહન ચેકીંગ દરમ્યાન એક મરૂન કલરનો આઇસર ટેમ્પો નં. જી.જે-૦૪-એક્સ-૮૮૮૩નો આવતા તેને રોકી ટેમ્પાને ચેક કરતા અંદરની અલગ-અલગ કંપનીની આયુર્વેદીક સીરપના ખાખી પુઠ્ઠાવાળા બોક્ષમાં કુલ-૧૭૫૦૦ નંગ બોટલો મળી આવતા આ આયુર્વેદીક સીરપની બોટલ ઉપર ‘contains self generated alcohol not more then 11% vv' લખેલ હોય જે શંકાસ્પદ જણાતા આયુર્વેદીક સીરપનો તમામ મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.

- પકડાયેલ મુદ્દામાલની વિગત
(૧) ASHVASAVA 400 MLના લખેલ પુઠ્ઠાના બોક્ષ કુલ-૨૦૦ જે એક બોક્ષમા ૨૫ નંગ એક બોક્ષની કિમંત રૂ.૪૫૦ લેખે કુલ બોક્ષ નંગ- ૨૦૦ ની કિ.રૂ.૯૦,૦૦૦ (૨) KANKASAVA 400 MLના લખેલ પુઠ્ઠાના બોક્ષ કુલ-૨૦૦ જે એક બોક્ષમા ૨૫ નંગ લેખે એક બોક્ષની કિમંત રૂ.૪૫૦ લેખે બોક્ષ નંગ- ૨૦૦ ની કિ.રૂ. ૯૦,૦૦૦
(3) KAL MEGHASAVA 400 ML ના લખેલ પુઠ્ઠાના બોક્ષ કુલ-૧૦૦ જે એક બોક્ષમા ૨૫ નંગ જે એક બોક્સની કિ.રૂ. ૪૫૦ લેખે કુલ બોક્ષ નંગ- ૧૦૦ કિ.રૂ. ૪૫,૦૦૦ તથા મોટા બોક્ષ ૫૦ જે એક બોક્ષમા બોટલ નંગ-૫૦ જે એક બોક્ષની કિ.રૂ. ૯૦૦/- લેખે કુલ બોક્સ નંગ-૫૦ કિ.રૂ ૪૫૦૦૦ મળિ. કુ.કિ.રૂ. ૯૦,૦૦૦
(૪) USHIRASAVA 400 ML ના લખેલ પુઠ્ઠાના બોક્ષ કુલ-૧૦૦ જે એક બોક્ષમા ૨૫ નંગ લેખે એકબોક્ષની કિં.રૂ. ૪૫૦ લેખે કુલ બોક્ષ નંગ- ૧૦૦ ના કિ.રૂ.૪૫, ૦૦૦ મળી કુલ કિમત રૂપીયા-૩,૬૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:16 pm IST)