Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઝરી ગામની સીમમાં જુગાર પર રેડ કરી પોલીસે રૂ. ૧૩,૫૩૦ નાં મુદ્દામાલ ઝડપી પાચ સામે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઝરી ગામેથી પોલીસે જુગાર રમતા શખ્શોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા

  મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમીના આધારે ઝરી ગામમાં રેડ કરી ત્યાં ખુલ્લી જગ્યામાં પોતાના આર્થીક કાયદા સારૂ પત્તા પાનાની હારજીતનો જુગાર રમી રમાડતા  (૧) દિલીપભાઇ ચંપકભાઇ ભીલ (ર) મંગળદાસભાઇ રસિકભાઇ ભીલ (૩) કમલેશભાઇ ભગુભાઇ ભીલ (૪) અશ્વિનમાઇ રાયસિંગભાઇ ભીલ (ચારેય રહે.ઝરી તા.તિલકવાડા જી.નર્મદા)ઓને કુલ કિં.રૂ.૧૩,૫૩૦ નાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જ્યારે (૫) કનુભાઇ નમાભાઇ ભીલ( રહે.ઝરી તા, તિલકવાડા જી.નર્મદા )નો નાશી જતા તેને વોન્ટેડ જાહેર કરી તમામ પાચ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

(11:17 pm IST)