Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નર્મદા જિલ્લામાં આગામી તારીખ 14 માર્ચ થી ધો10 અને 12 ની બોર્ડ પરીક્ષા નો પ્રારંભ થશે.

નર્મદા જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ સંપન્ન,ધોરણ 10 ના 9816 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5244, વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 1250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ - 10/12 ની પરીક્ષાઓ શરુ થનાર છે. જે માટે જિલ્લા કલેકટર શ્વેતા તેવટિયાની અધ્યક્ષતામાં વહીવટી તંત્રે તમામ તૈયારીઓ સંપન્ન કરી છે.

આ વર્ષે ધો 10 માં સમગ્ર જિલ્લા ના 16 પરીક્ષા કેન્દ્રો માં 9816 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે 34 વિકલાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા નો સામનો કરશે ગત વર્ષે આ સંખ્યા 9991 હતી,  તો ધો - 12 સામાન્ય પ્રવાહ માં છ પરીક્ષા કેન્દ્રોમાં 3 વિકલાંગ સહીત 5244 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગતવર્ષે આ સંખ્યા 3981 જયારે ધોરણ 12વિજ્ઞાન પ્રવાહમાં 1250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જૈ ગયા વર્ષ કરતા 235 વધારે છે.
ધોરણ 10 માટે 326 બ્લોક ધો 12 સા. પ્ર.માટે 171 બ્લોક જયારે ધો 12 વિજ્ઞાન માટે 61 બ્લોક ઉપયોગ માં લેવાશે સમગ્ર પરીક્ષા તંત્ર સંદર્ભે ડી ઈ ઓ એમ સી ભુસારા એ જણાવ્યું હતું કે પરીક્ષા અંગે કંટ્રૉલરૂમ શરુ કરેલા છે પરીક્ષા દરમયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ કેન્દ્રો બંધ રખાશે , જે અંગે તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવા માં આવ્યું છે જયારે કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે

 

(11:20 pm IST)