Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આધેડે ઓવર બ્રિજ પરથી નીચે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો: પોલીસે જીવ બચાવ્યો

નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓનું ધ્યાન જતા પોલીસ અધિકારીઓ દ્વારા રસ્તા પર નેટ પકડી ઊભા રહ્યા અને ઉપરથી કૂદતા આધેડને બચાવી લેવાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મધરાત્રે એક આધેડ ઓવર બ્રિજ પરથી નીચે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની સતર્કતાને લીધે આધેડનો જીવ બચી ગયો હતો. નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓનું ધ્યાન જતા પોલીસ અધિકારીઓ દ્વારા રસ્તા પર નેટ પકડી ઊભા રહ્યા હતા અને ઉપરથી કૂદતા આધેડને બચાવી લેવાયો હતો.

સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પરથી એક 50 વર્ષીય આધેડ આપઘાત કરતો હોવાની ઘટના બનવા પામી હતી. આધેડે બ્રિજ પરથી મધ રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના દરમિયાન કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ કર્મચારીનું ધ્યાન ઓવરબ્રિજ ઉપર ગયું હતું અને તેણે કોઈ વ્યક્તિ પુલ ઉપરથી કૂદતો જોયો હતો.

   
(11:54 pm IST)