Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અંકલેશ્વરમાં ડોકટર પુત્રવધુના સાસુ-સસરાએ લગ્ન કરાવ્યા: સાસરિયાએ કન્યાદાન આપીને દીકરીને જેમ વિદાય આપી

કોળી પટેલ પરિવારે પુત્રના અવસાન બાદ પુત્રવધૂના લગ્ન કરાવી સમાજમાં નવી દિશા સૂચવી: કોળી સમાજમાં પુત્રવધુના લગ્નના પ્રથમ કિસ્સાને આગેવાનોએ આવકાર્યો

અંકલેશ્વરની કેશન પાર્ક સોસાયટીમાં રહેતા કોળી પટેલ પરિવારે પુત્રના અવસાન બાદ પુત્રવધૂના લગ્ન કરાવી સમાજમાં નવી દિશા સૂચવી છે.મૂળ હાંસોટ તાલુકાના અને હાલ અંકલેશ્વરની કેશન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ પટેલ અને તેઓના પત્નીએ કોળી પટેલ સમાજ માટે નવી દિશા ચીંધી છે. કોળી પટેલ પરિવારે ડોક્ટર પુત્રવધુનું આજે કન્યાદાન કર્યું હતું.

 પટેલ પરિવારે પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા બાદ પુત્રવધુને સાડા ત્રણ વર્ષ પુત્રીની જેમ લાલન-પાલન કર્યું હતું અને સાસુ-સસરાએ પુત્રવધુ વિધવા તરીકે નહિ પરંતુ ફરી સંસારિક જીવન ગુજારે તે માટે અંકલેશ્વરના નટુભાઈ પટેલના એન્જીનીયર પુત્ર ધવલ પટેલ સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.

સમાજના આગેવાન મગન પટેલ અને ડી.સી.સોલંકી સહીત સમાજના અન્ય આગેવાનોની હાજરીમાં કેશન પાર્ક ખાતે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. જેમાં સાસુ-સસરાએ પુત્રવધૂનું કન્યાદાન કરી તેને આશીર્વાદ આપ્યા હતા. જયારે સમાજના આગેવાનોએ પણ પટેલ પરિવારના આ વિચારને બિરદાવ્યો હતો.

  પુત્રના અકસ્માતમાં મૃત્યુ બાદ ડોકટર પુત્રવધુએ 3.5 વર્ષ તેને દીકરીની જેમ રાખી આજે માતા-પિતા બની તેનું કન્યાદાન કરી સાસરે વળવતા હર્ષના અશ્રુ સાથે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

(12:53 am IST)