Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગુજરાતમાં ૧૦૨ ટકા વરસાદ પડયો

સૌરાષ્ટ્ર - કચ્છમાં ૨૪ ટકા વધુ નોંધાયો

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસાએ આખરે વિદાય લીધી છે. સામાન્ય રીતે ચોમાસુ ૩૦ સપ્ટેમ્બરે વિદાય લેતુ હોય છે પણ આ વખતે ૧૫ દિવસ ચોમાસુ લંબાયું છે તેમ હવામાન ખાતાનું કહેવું છે.

ભારતીય હવામાન ખાતાના ગુજરાત રીજીયનના વિભાગના વડા મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે, આ વખતે ૭૦૩.૪ મીમી વરસાદ સરેરાશ પડયા છે. દર વર્ષે સામાન્ય રીતે ૬૯૨.૪ મીમી પડતો હોય છે.

તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આ વખતે સીઝન દરમિયાન ૧૦૨ ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનનો ૨૪ ટકા વરસાદ પડયો છે. જ્યારે બાકીના વિસ્તારમાં ૧૨ ટકા વરસાદની ખાધ રહી છે.

જિલ્લા સ્તરે વિશ્લેષણ કરીએ તો ૩૩માંથી ૨૦ જિલ્લામાં સામાન્ય કે વધુ વરસાદ પડયો છે. નોર્થ અને સેન્ટ્રલ ગુજરાતમાં ઓછો વરસાદ પડયો છે.

(10:19 am IST)