Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કઠલાલ તાલુકાના ફાગવેલ નજીક પુરપાટ ઝડપે જતી બોલેરો પલ્ટી ખાતા ચાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કઠલાલ:તાલુકાના ફાગવેલ ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી ગત તા.-૧૧-૨૦ ના રોજ સાંજના સમયે બોલેરો ગાડી . જીજે-૨૦, -૬૪૩૧ પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે રસ્તા પર એકાએક નીલગાય આડી ઉતરતાં કાચચાલકે ઓચિંતી બ્રેક મારી હતી. દરમિયાન કારચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર દાહોદ જિલ્લાના વતની મનોજભાઈ વીરસીંગભાઈ નીસરતા, તેમના પત્ની રાધાબેન, સાળો શૈલેષભાઈ સુરપાલભાઈ સંગાડા તેમજ કારચાલક રાજેશભાઈ બાબુભાઈ ભેદીને ઈજા પહોંચી હતી.

બનાવ અંગે મનોજભાઈ વીરસીંગભાઈ નીસરતાની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે કારચાલક રાજેશભાઈ બાબુભાઈ ભેદી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:52 pm IST)