Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વડોદરા:બંધ મકાનની બહાર પાર્ક થયેલ વાહનોની ચોરી કરનાર ત્રણ આંતર જિલ્લા ચોરને પાણીગેટ પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

 

વડોદરા: બંધ મકાનની બહાર  પાર્ક થયેેલા વાહનોની ચોરી કરનાર ત્રણ આંતર જિલ્લા ચોરને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી પોલીસે ચોરીની પાંચ બાઇક કબજે લીધી છે.

પાણીગેટ પોલીસનો સ્ટાફ ગઇકાલે ડી.સી.પી.ડો.કરણરાજ વાઘેલાની સૂચના મુજબ,વાઘોડિયારોડ કલાદર્શન ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરતો હતો.તે દરમિયાન નંબર  પ્લેટ  વગરની બાઇક લઇને જતા ત્રણ વ્યક્તિઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતા.પોલીસે તેઓની પૂછપરછ કરતા બાઇક ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ત્રણ આરોપીઓ (૧) કલસીંગ નમલિયાભાઇ ચૌહાણ (રહે.ભૂરીઆંબા ગામ,તા.કઠીવાડા, જિ.અલિરાજપુર,મધ્યપ્રદેશ)(૨)કરશન દુકાળીયાભાઇ રાઠવા (રહે.કાકડપા ગામ,તા.છોટાઉદેપુર) અને (૩) સુરેશ ગોપસીંગ તોમર (રહે.નાની બડોઇ ગામ,તા.કઠીવાડા,જિ.અલિરાજપુર,એમ.પી.)ની અટકાયત કરી હતી.આરોપીઓ રહેણાંક વિસ્તારમાં રેકી કરી સોસાયટી વિસ્તારમાં ઘરની બહાર પાર્ક  કરેલી બાઇકની ચોરી કરતા હતા.આરોપી કલસીંગ સામે અગાઉ બિલિમોરા,પારડી,અને પાવાગઢ ખાતે ચોરી અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે.જ્યારે કરશન રાઠવા સામે પાણીગેટમાં ત્રણ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે.

(5:04 pm IST)