Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઉત્તરાયણ પર્વ નિમિતે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દરવર્ષની જેમ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદ આવ્યા છે, ત્યારે આજે તેમણે શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા.

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનના આશીર્વાદ લઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે રવાના થયા છે.

જણાવી દઈએ કે, અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં પોતાના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવે છે. જો કે કોરોનાના કારણે રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમો મુજબ માત્ર પરિવારના સભ્યો પતંગ ચગાવી શકે છે . આથી અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ નહીં ચગાવે, પરંતુ પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણ મનાવશે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહનો ગુજરાત પ્રવાસ એટલા માટે પણ અત્યારે મહત્વનો છે, કારણ કે રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.

(3:02 pm IST)