Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કોરોનાકાળમાં બંધ થયેલી સુરત-ભુસાવલ ટ્રેન ફરી ચાલુ થતા મુસાફરોમાં ખુશીની લહેર

સુરતથી મહારાષ્‍ટ્ર જતા કામદારો માટે મહત્‍વની ટ્રેનને ફર્સ્‍ટ કલાસ કોચ હટાવી બે એસી કોચ લગાવાયા

સુરતઃ સુરતથી મહારાષ્‍ટ્ર જતા કામદારો માટે મહત્‍વની ગણાતી સુરત-ભુસાવલ ટ્રેન કોરોના કાળમાં બંધ થતા ફરી ચાલુ કરાતા મુસાફરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ફર્સ્‍ટ કલાસ કોચ હટાવી બે નવા એસી કોચ લગાવવામાં આવ્‍યા છે. લોકોની માંગણીને લઇ ટ્રેન ફરી શરૂ થઇ છે.

કોરોના કાળ સમયથી બંધ પડેલી સુરત ભૂસવાલ ટ્રેન ફરી એક વખત પાટા પર દોડતી થઈ છે. ગતરોજ સોમવારે રાત્રે 11.10 કલાકે પીએસીના સભ્ય છોટુભાઈ પાટીલ દ્વારા સુરત ભૂંસાવલ ટ્રેનને સુરત રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થતાં સુરતથી મહારાષ્ટ્ર જતા કામદારો માટે મહત્વની ટ્રેન ગણાય છે.

છેલ્લા અઢી વર્ષથી કોરોના મહામારીના કારણે સુરત ભૂસાવલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી .સ્થિતિ સામાન્ય થતા ફરી ટ્રેન શરૂ કરવાની માંગ કરાઈ હતી જેને લઈ ગતરોજ 13મી જુનથી આ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને ફસ્ટ કલાસ કોચ હટાવી બે એસીના કોચ લગાવામાં આવ્યા છે. જેથી સુરતથી મહારાષ્ટ્ર આવતા જતા લોકોને લાભ થશે.

આ ટ્રેન રાત્રે 11 કલાકે સુરત રેલવે સ્ટેશન પરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7.30 વાગે ભૂસવાલ પહોંચશે. આવી જ રીતે આ ટ્રેન ભૂંસાવલથી રાત્રીના 7. 30 કલાકે ઉપડશે અને સુરત સવારે 5 વાગે પહોંચશે.

(5:16 pm IST)