Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

આણંદ તાલુકાના બાકરોલ ગામે મહિલાનો વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપનાર ડોકટરના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

આણંદ : આણંદ તાલુકાના બાકરોલ ગામે હોસ્પિટલ ધરાવતા તબીબ દ્વારા ચેકઅપ માટે આવતી મહિલાના નગ્ન વિડીયો ઉતારી તેમજ ફોટા પાડી લીધા બાદ જુદા જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના બનાવમાં આણંદની કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ર્ડાક્ટરના આગોતરા જામીનની અરજી રદ કરી ધકપકડ હુકમ કરાયાને દસેક દિવસ જેટલો સમય વીતવા છતાં તબીબ પોલીસ પકડથી દુર રહેતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ પાસેના બાકરોલ ખાતે શ્રીરામ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા ડો. રીતેશ બી. પટેલ બાકરોલની વૈભવ સિનેમા સામે આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનીટી નામે હોસ્પિટલ ચલાવે છે. વર્ષ-૨૦૧૮માં વિદ્યાનગરની એક પરિણીતા તેઓના ત્યાં સારવાર અર્થે આવી હતી દરમ્યાન મહિલાના ચેકઅપ તથા નાના ઓપરેશન સમયે ડૉ. રીતેશ પટેલે તેણીના નગ્ન ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. બાદમાં યુવતીને તે બતાવી બ્લેકમેઇલ કરી નડિયાદ, વિદ્યાનગર સહિતના અલગ-અલગ સ્થળોએ બોલાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તબીબના  ત્રાસથી કંટાળી જઈ આશરે ત્રણ વર્ષ બાદ આખરે મહિલાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ગત તા. ૨૪મી મેના રોજ ડો. રીતેશ બી. પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(5:37 pm IST)