Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વડોદરા:રેલવેમાં મુસાફરી કરતા મહારાષ્ટ્રના વેપારીના પર્સમાંથી 2 લાખની મતા ચોરી તસ્કરો છૂમંતર.....

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન નીંદ્રાધીન મુસાફરોના સામાન ચોરી થવાનો સિલસિલો યથાવત છે. અને પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. મુંબઈ થી અમદાવાદની મુસાફરી કરી રહેલા વેપારીની પર્સમાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં સહિત 2.10 લાખની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે. રેલ્વે મુસાફરી દરમિયાન મુસાફરોના સામાનની ચોરી થવાની ઘટના યથાવત છે. આજે મહારાષ્ટ્રના વધુ એક વેપારીની કીમતી મત્તા ચોરી અજાણ્યો ઇસમ નાસી છૂટયો હોવાનો બનાવ સામે આવ્યો છે.મહારાષ્ટ્રના બિઝનેસમેન 67 વર્ષીય શૈલેષભાઈ શાહ 2જી જૂનના રોજ અમદાવાદ જવા માટે  પરિવાર સાથે હાપા દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પસાર થતા સમયે પર્સ નીચે પડ્યું હતું અને ચેન ખુલ્લી હતી. જેમાંથી રોકડા 1.10 લાખ, સોનાની ચેન, હીરાન જડિત કાનની બુટ્ટી, અગત્યના ડોક્યુમેન્ટ સહિત 2.10 લાખની મત્તા ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.આમ, ફરિયાદીની પત્નીના વોશરૂમ જવાનો લાભ ઉઠાવી અજાણ્યો તસ્કર ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતાં વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)