Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમદાવાદના અસલાલીમાં પાર્ક કરેલ 35 લાખના ડમ્પરની ચોરી થતા ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ:જિલ્લાના વિસલપુર ગામે રહેતા અને રેતીનો વેપાર કરતા નારણભાઇ ભારાજી વણઝારાએ અસલાલી પોલીસમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી પાસે 8 ડમ્પર અને એક જેસીબી મશીન છે.એક ડમ્પર ધોળકા ખાતે રહેતા ડ્રાઈવર જગાભાઈ ચંદુભાઈ સલાટ ચલાવે છે. જગાભાઈએ ગત તા.10મીના રોજ સાંજે 5.30 વાગ્યે ડમ્પર બાકરોલ સર્કલ એચપી પેટ્રોલ પંપ પાસે પાર્કીંગમાં પાર્ક કર્યું હતું.બીજા દિવસે પરોઢે 4 વાગ્યે જગાભાઈ ડમ્પર લેવા માટે ગયા પણ ત્યાં હતું નહીં. જગાભાઈએ બનાવની જાણ ફરિયાદી નારણભાઈને કરતા તેઓએ રૂ.35 લાખની કિંમતના ડમ્પરની તપાસ કરી પણ મળી આવ્યું ન હતું. અસલાલીમાં બાકરોલ સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે પાર્કીંગમાં પાર્ક કરેલા 35 લાખના ડમ્પર ચોરીની ઘટના બની છે. અસલાલી પોલીસે સોમવારે ચોરીનો ગુનો તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)