Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વીજળી મુદ્દે ફરી એક વાર આંદોલનના માર્ગે ભારતીય કિસાન સંઘ: રાજ્ય સરકાર સામે ચઢાવી બાયો ચડાવી

ભારતીય કિસાન સંઘ કાલથી વીજળી મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજશે: રાજ્યભરના જિલ્લા કલેક્ટર કચેરીએ દેખાવો કરી કલેક્ટરને આવદેનપત્ર પાઠવશે

અમદાવાદ : ખેડૂતોની માગોને લઈ કિસાન સંઘે રાજ્ય સરકાર વિરુદ્ધ બાયો ચઢાવી છે. ભારતીય કિસાન સંઘ આવતીકાલથી વીજળી મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજશે. સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે ખેડૂતો આવતીકાલે રાજ્યભરની જિલ્લા કલેક્ટર કચેરીએ દેખાવો કરી કલેક્ટરને આવદેનપત્ર પાઠવશે. ઉલ્લેખનીય છે કે મીટર પદ્ધતિ સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અનેક વખત વાટાઘાટો થતા છતાય નિકાલ ન આવતા ખેડૂતો આંદોલનના માર્ગે નિકળ્યા છે

   કિસાન સંઘ 15મી જૂનથી જિલ્લા સ્તરે પ્રદર્શનો કરશે. ખેડૂતો તમામ જિલ્લા કલેક્ટરે જઇ કલેક્ટરોને આવેદનપત્ર આપશે. જ્યા સુધી રજૂઆતો માનવામાં નહીં આવે ત્યા સુધી આ પ્રદર્શન થતુ રહેશે. ખેડૂત નેતાના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત ઉર્જામંત્રીને રજૂઆત કરી છે છતાય કોઈ નિકાલ આવ્યો નથી. વીજળી મીટરના કારણે વીજળીનો બિલ વધારે આવે છે. તેથી કિસાન સંઘ દ્વારા ખેડૂતોને મર્યાદિત બિલ આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ વીજળી મુદ્દે આંદોલન કરી રહ્યું છે. સરકાર સાથે બેઠકમાં ખેડૂતોને આશ્વસન મળતા ખેડૂતોએ આંદોલન મોકૂફ રાખ્યું હતું. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ખેડૂતનો પાક છે ત્યાં તાત્કાલિક આઠ કલાક વીજળી આપવામાં આવશે. કચ્છ અને બનાસકાંઠામાં આઠ કલાક વીજળી આપવામાં આવશે. ઉપરાંત બેઠકમાં વીજળીના મીટર ફરજિયાત કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. જોકે સરકારની બાયેધરી છતાય ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવતા ભારતીય કિસાન સંઘ ફરી એક વખત આંદોલનના માર્ગે છે.

(8:58 pm IST)