Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ડેડીયાપાડાના પોમાલાપાડા ગામમાં ' આદિવાસી જન સેવા ટ્રસ્ટ" દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

"આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલસી" દ્વારા ગ્રામજનોને વૃક્ષોની વિશેષતા અને વૃક્ષો અંગેનું મહત્વ સમજાવ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પોમાલાપાડા ગામ ખાતે "આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલસી" દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મુખ્ય અથિતિ ટ્રસ્ટનાં પ્રમુખ ગોપાલભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ગામના આગેવાન સહિત લોકો મોટી સંખ્યામાં હાજર  રહ્યા હતાં
 વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ વસાવાએ કોરોના મહામારીમાં લોકોના જીવ બચાવવા ઓક્સિજનની ખુબ અછત વર્તાય હતી જેથી વૃક્ષો અંગે ની વિશેષતા અને તેના મહત્વ બાબતે ગ્રામજનો માં એક જનજાગૃતિ કેળવાય તે માટે વૃક્ષો વધુમાં વધું વાવી વૃક્ષોનું જતન કરવામાં અને પયૉવરણનું જતન કરવામાં આવે તે અંગે જાણકારી આપી હતી,સમગ્ર સૃષ્ટિમાં પ્રદૂષણની માત્રા વધવાના કારણે કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોની સમસ્યાઓ ખુબજ ગંભીર રીતે સર્જાઈ રહી છે. જેથી લોકો વૃક્ષો અંગેની મહત્વતા અને વૃક્ષોની વિશેષતાઓ સારી રીતે સમજે વૃક્ષો બાબતે સારી જનજાગૃતિ કેળવાય,વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વધે તે માટે વૃક્ષો રોપણનો કાર્યકમ કરીને વૃક્ષો વધુ વાવે તેવા પ્રયત્નો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો

(10:49 pm IST)