Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નવા મંત્રી મંડળમાં ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાનો સમાવેશ ?

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૪ : સાવરકુંડલા ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાને નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે તે વાત નિશ્વિત મનાઇ છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં નવા મંત્રી મંડળના વિસ્તરણમાં ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ નિશ્ચિત મનાઇ છે.અમરેલી જિલ્લામાં ભાજપના એક માત્ર ધારાસભ્ય જે.વી.કાકડીયા હોય અને આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાન પર રાખીને જે.વી.કાકડીયાને નવા મંત્રી મંડળના વિતરણમાં જે.વી.કાકડીયાનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવશે તે વાત નિશ્ચિત મનાઇ છે.

(1:16 pm IST)