Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઉકાઈ ડેમની સપાટી 341.16 ફૂટે પહોંચી : ડેમના 10 દરવાજા ખોલાયા

ડેમના દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું : તાપી નદીનું જળ સ્તર વધશે

 

સુરત :રાજ્યમાં બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રાજ્યના ડેમો ઓવરફ્લો થયા છે. આ તરફ ઉકાઈડેમની સપાટી રુલ લેવલને પાર થઈ છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર છે. હાલ ડેમની સપાટી 341.16 ફૂટ જ્યારે ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમનું રુલ લેવલ મેન્ટેઈન કરવા ડેમમાંથી પાણીની જાવક વધારવામાં આવી છે. ડેમના 22 ગેટ પૈકી 10 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે. ડેમના 9 ગેટ 4 ફૂટ જ્યારે 1 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.

(1:19 pm IST)