Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વડોદરાના તાંદલજા વિસ્તારમાં એસઓજીની ટીમે ગુનેહગારને રિવોલ્વર સહીત કારતુસના જથ્થા સાથે ઝડપી પાડયો

વડોદરા:શહેરના તાંદલજા વિસ્તારમાંથી એસઓજીની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની સઘન પૂછતાછ દરમિયાન આરોપીએ રિવોલ્વર અને કારતૂસ આદિલ અજિજ ખાન ખોખર ( રહે- ગુજરાત ટ્રેક્ટર કોલોની, તાંદલજા ,વડોદરા) પાસેથી ખરીદી હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન આરોપીએ પોલીસની ધરપકડથી બચવા પોતાની આગોતરા જામીન અરજી અત્રેની સેસન્સ અદાલતમાં રજુ કરતા બન્ને પક્ષોની દલીલો બાદ અદાલતે જામીન નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે 20 દિવસ અગાઉ વડોદરાના તાંદલજાના મુક્તીનગર પાછળ ઝાડની નીચે બાઈક પાર્ક કરી બેઠેલા અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના(સોનલ પાર્ક સોસાયટી, કલાલી ફાટક પાસે, મૂળ રહે, ઉત્તરપ્રદેશ)ને એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા તેની પાસે એક રિવોલ્વર અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા.લૂંટ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા અનિલ અન્નાની પૂછપરછ દરમિયાન દોઢ મહિના પહેલા મુજમહુડાની ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતા આદિલ ખોખર પાસે 9000 રૂપિયામાં રિવોલ્વર ખરીદી હોવાની વિગતો ખુલી હતી.

(6:05 pm IST)