Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વડોદરાના વાડી વિસ્તારમાં દારૂનો વેપલો ચલાવનારને ત્યાં પોલીસે ઓચિંતાનો છાપો મારી પોણા ત્રણ લાખનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરનાવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફની બેદરકારીથી ચાલતા દારૃના ધંધા પર પાણીગેટ પોલીસે રેડ પાડી હતી.દારૃના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા લાલજી રબારી અને રાજેશ ઠાકોર દ્વારા દારૃનો ધંધો શરૃ કરવામાં આવ્યો હતો. અંગે વાડી પોલીસ સ્ટેશનના પી.આઇ.ટી.જી.બામણીયાને જાણ પણ કરવામાં આવી  હતી.પરંતુ,તેમણે કોઇ કાર્યવાહી નહી કરતા છેવટે ઉપરી અધિકારીએ પાણીગેટ પોલીસને રેડ પાડવા માટે સૂચના આપી હતી.પાણીગેટ પોલીસે રેડ  પાડીને બે કારમાં મુકેલો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો  હતો.પોલીસે ૧૦ લાખની બે કાર અને દારૃ તથા બિયર મળીને કુલ ૧૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.જ્યારે () લાલજી રાયભણ રબારી () જૈમિન લાલજી રબારી () રાજેશ હરગોવિંદ ઠાકોર (ત્રણેય રહે.ગાજરાવાડી,વાડી) તથા બે કારના માલિક અને ડ્રાયવરની શોધખોળ  હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે,પ્રોહિબિશનનો ગુનો વાડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.પરંતુ, કેસમાં વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફની શંકાસ્પદ ભૂમિકા હોય તપાસ પાણીગેટ પી.આઇ.ને સોંપવામાં આવી છે.તેમજ વાડી પી.આઇ.અને સ્ટાફ પૈકી કોની કેસમાં બેદરકારી છે? તેની તપાસ .સી.પી.એસ.જી.પાટિલને સોંપવામાં આવી છે.

(6:04 pm IST)