Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમરેલી જિલ્લા ની ગાવડકા પ્રાથમિક શાળાના આચાર્ય પીયૂષભાઈ જોટાણીયા ને શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય પારિતોષિક એનાયત

શિક્ષક દિને રાજ્યપાલના હસ્તે એવોર્ડ અપાયો : અગાઉ આઈ.આઈ.એમ ઇનોવેટિવ ટીચર એવોર્ડ તથા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ સહિત અનેક એવોર્ડ અપાયેલ

અમરેલી : જિલ્લાની ગાવડકા શાળાના કર્મનિષ્ઠ અને ઇનોવેટિવ ટીચર અને ટ્રેનર પીયૂષભાઈ જોટાણીયા ને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો હતો

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દીને એવોર્ડ સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો.. જેમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પીયૂષભાઈને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા વિભાવરીબેન દવે (રાજ્યકક્ષા) દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો હતો

શિક્ષણ ક્ષેત્રે અનેક ક્ષેત્રોમાં પીયૂષભાઈનું અનોખું યોગદાન રહેલું છે એન.સી.ઇ.આર.ટી દિલ્હી અને ભોપાલ તથા એમ .એસ યુનિવર્સિટી- વડોદરામાં તેમના રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે. પાઠ્યપુસ્તક મંડળમાં પાઠ્યપુસ્તક નું તથા શિક્ષક તાલીમ મોડ્યુલ લેખન કારેલ છે.પ્રજ્ઞા અભિગમ, નિષ્ઠા, વસ્તી ગણતરી જેવા મહત્વના પ્રોજેક્ટમાં કો-રિસોર્સ પરસન તરીકે વિશેષ કામગીરી કારેલ છે. શાળા વિકાસના અનેક કર્યો કરીને વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા સુધી વિજેતા બનાવ્યા છે. ગ્રામજનોના સહયોગથી શાળા નિર્માણ તથા ગુણવત્તાયુક્ત શિક્ષણનું મહામુલું કાર્ય કારેલ છે.

પીયૂષભાઈ ને આઈ.આઈ.એમ ઇનોવેટિવ ટીચર એવોર્ડ, સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શાળા સ્વચ્છતા એવોર્ડ જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

વિવિધ ક્ષેત્રોમાં કરેલી વિશિષ્ઠ કામગીરી તથા ઉત્તમ શિક્ષણ સેવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં માત્ર ચાર અને સમગ્ર સૌરાષ્ટ્ર માંથી એકમાત્ર આચાર્ય તરીકે પસંદગી પામીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

પીયૂષભાઈની ઉચ્ચ સફળતા બાદલ જિલ્લા શિક્ષણ સમિતિ-અમરેલી તથા શિક્ષણ સમજે અભિનંદન પાઠવ્યા હતા

(7:51 pm IST)