Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

નર્મદા જિલ્લાના આમુ સંગઠન દ્વારા સ્વતંત્ર ગ્રામપંચાયત મુદ્દે આજે વધુ એક આવેદનપત્ર અપાયું

(ભરત શાહ દ્વારા) : રાજપીપળા : નર્મદા જિલ્લામાં સ્વતંત્ર ગ્રામપંચાયત બાબતે આમું સંગઠન દ્વારા અનેકવાર આવેદનપત્રો અપાઈ ચૂક્યા છે ત્યારે આ મુદ્દે આજે વધુ એક આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે
નર્મદા જિલ્લા આમુ સંગઠન નાં જિલ્લા પ્રમુખ મહેશ એસ વસાવાની આગેવાનીમાં અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાજ્ય શાસિત ગુજરાત રાજય સરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમો નો ભંગ કરીને ગુજરાત રાજ્ય તેમજ નર્મદા જીલ્લાના ગામડાઓના અધિકારો લુંટી લીધા છે, ત્યારે આજે નવમું આવેદનપત્ર આપીને લખી જણાવીએ છે કે ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયની જોગવાઈયો મુજબ આમુ સંગઠન નર્મદા જીલ્લાના માધ્યમથી અમારી સ્પષ્ટ માંગણી છે કે ગેરકાયદેસર પધ્ધતિથી રચાયેલ ગ્રુપ ગ્રામપંચાયતોનું વિભાજન કરીને ભારતના બંધારણ મુજબ દરેક ગામોને તથા ભચરવાડા નવી વસાહતને સ્વતંત્ર ગામનો દરજ્જો આપીને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજજો આપવા માટે વર્ષોથી અનેકવાર ગુજરાત રાજયના ઉચ્ચ કક્ષાના વિભાગો ને લેખીત રજુઆતો કરેલ હોવા છતા ગુજરાત રાજય સરકાર દ્રારા ખોટા બહાનાઓ લખી જણાવી ને અમારી બંધારણીય માંગણી ને ઠુકરાવામાં આવી છે.
તેમજ ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો છે તેમજ નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાની (૧)બોરીદ્રા ગૃગ્રા.પં (૨)ગાડીત ગૃ.ગ્રા.પં (૩) જેતપૂર રામગઢ ગૃ.ગ્રા.પં (૪)મોટા હૈડવા ગૃ.ગ્રા.પં આમ કુલ ચાર ગ્રામપંચાયતોની વિભાજન અંગની આખરી હુકમ માટે ગુજરાત રાજ્ય સરકારમાં દરખાસ્ત રોકી રાખી છે જે અન્યાયિક બાબત છે જેના કારણે યૂનો ધોષિત ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના શુભ પ્રસંગે અમારે સરકાર પાસે ભીખ માંગવી પડે છે જેનું અમને ખુબ જ દુઃખ થઇ રહયું છે,અને આવનારા સમયમાં અમારી સાચી તેમજ બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ બાબતે અનેક પ્રકારના કાર્યક્રમો કરવાની ફરજ પડશે જેની ગુજરાત રાજય સરકારે નોધ લેવા વિનંતી કરીયે છે

(10:44 pm IST)