Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

અમિતભાઈ શાહ સુરતમાં: એરપોર્ટ ઉપર સ્વાગતઃ અનેક વિધ કાર્યક્રમોમાં હાજરી

સુરતઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી શ્રી અમિત મિશ્રા, કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી, મેયર શ્રીમતિ  હેમાલીબેન બોધાવાલા, ધારાસભ્ય સર્વશ્રી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, પ્રવિણ ધોધારીવિ. ડી. ઝાલાવાડીયાઅરવિંદ રાણા, વિવેકભાઈ પટેલ, કાંતિભાઈ બદર, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, શહેર પક્ષ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 

 શ્રી અમિતભાઈ શાહ ઈન્ડોર સ્ટેડીયમ ખાતે 'હિન્દી દિવસ સમારોહ' અને 'દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન ક્રિભકો ટાઉનશીપ, હજીરા ખાતે ક્રિભકોના બાયો-ઈથોનોલ પ્રોજેકટના ખાતમૂહુર્ત તેમજ  એ.એમ.નાયક હજીરા હેવી એન્જિનીયરીંગ કોમ્પલેક્ષ, એલ એન્ડ ટી-હજીરાની મુલાકાત લઈ આશરે  સાંજે ૪:૩૦ કલાકે સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે નવી દિલ્હી જવા રવાના થશે

(2:20 pm IST)