Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

હજારો કરોડનું ડ્રગ્સ ઝડપવા ગુજરાત પોલીસની આવી છે રણનીતિ

૬ પાકિસ્તાની સાથે એક બોટ જખ્ખો મધદરિયે ઝડપાઇ હોવાની બાબતને મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન : જખ્ખો મધદરીયે ૨૦૦ કરોડ રૃપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાબતે મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયાના સમર્થનથી વિકસીત સિસ્ટમ્સ પર પ્રકાશ : ગુજરાતની યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા ગુજરાત પોલિસના નાના મોટા તમામ દિલથી ઝઝૂમે છે, પરંતુ અજય કુમાર તોમર, શમશેર સિંઘ અને રાજુ ભાર્ગવ દ્વારા અન્ય રાજ્ય સુધી પોતાના સોર્ષ એકિટવ કાર્ય છે, સંજય શ્રીવાસ્તવ પણ પાછળ નથી, અનુપમસિંહ ગેહલોત લેટેસ્ટ ઈન પુટ પૂરી પાડે છે,સફળતા પાછળની કથા : ૪૦ કિલ્લોનો જથ્થો, એક વિદેશી નાગરિક દ્વારા અન્ય રાજ્યની જેલમાં બેઠા બેઠા સંચાલન થતું હોવાની ખળભળાટ મચાવતી વિગતો જાહેર થયાની જોરદાર ચર્ચા

રાજકોટ, તા.૧૪: સમગ્ર ગુજરાતને ડ્રગ્સમૂકત બનાવી અને યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા માટે સતત ઝઝુમનાર રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના નેતૃત્વ હેઠળ ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા મળી છે. જખ્ખોથી દુર ભારત પાકિસ્તાની બોર્ડર વચ્ચે  કોસ્ટ ગાર્ડ સાથે જોઇન્ટ ઓપરેશન દ્વારા ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપવા સાથે એક બોટ અને ૬ પાકિસ્તાની શખ્શોને ઝબ્બે કરવામાં સફળતા મળી હોવાના અહેવાલને રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપવામાં આવ્યું છે.

દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા અહેવાલ મુજબ  આ જથ્થો અંદાજે ૪૦ કિલો જેટલો છે, અને એક વિદેશ શખ્સ દ્વારા અન્ય રાજ્યની જેલમાંથી સમગ્ર રેકેટ ઓપરેટ કરવામાં આવતું હતું. આ બાબતે એટીએસ દ્વારા મૂળ સુધી પહોંચવા માટે ઝડપાયેલ  ક્રુ મેમ્બરોને લાવી તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.        

 અત્રે એ યાદ રહે કે ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ખૂબ મોટી રકમનો ડ્રગ્સ જથ્થો ઝડપી પાડયો છે, અમિતભાઈ માફક આવા નકકર કાર્યની નોંધ દિલ્હી સુધી લેવામાં આવેલ, અને ચૂંટણી બંદોબસ્તમા વ્યસ્ત પોલીસનું ધ્યાન ભટકાવી કેફી પદાર્થ માફીયાઓ ફાવે નહિ તે માટે ખુદ વડાપ્રધાન દ્વારા જ મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને નિવૃત્તિ બાદ ૮ માસનું એક્ષસ્ટેનશન આપવામાં આવ્યાંનું પણ સચિવાલય વર્તુળોમાં ચર્ચાઈ રહેલ છે.                  

ડ્રગ્સ સામેની ઝુંબેશમાં આમ તો  રાજ્યભરના નાના મોટા તમામ સ્ટાફ દિલથી સક્રિય છે તેમાંય સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા તો ડ્રગ્સ મુકત શહેર ઝુંબેશમાં લોકોને જોડતા ખૂબ મોટી સફળતા મળી છે, આજ રીતે વડોદરા પોલિસ પોલીસ કમિશનર શમશેર સિંઘ,અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ટીમ અને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ રણ નીતિ ઘડવામાં આવી છે. રાજકોટ રેન્જ વડા સંદીપ સિંહ પણ દ્વારા તેમના તાબાના તમામને અવાર નવાર આ માટે રીમાઇન્ડર કરી હિસાબ માગવામાં આવે છે.     સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગાંજો અફીણ જેવા પદાર્થ અન્ય રાજ્યમાંથી આવતા હોવાથી રાજકોટ સીપી દ્વારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સોર્શ કામે લગાડ્યા છે. આ બધા અધિકારીઓને લેટેસ્ટ ઈન પુટ પણ આઇબી વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા પૂરી પાડવા સતત પ્રયાસો ચાલે છે, આ છે સફળતાનું રહસ્ય.

(3:18 pm IST)