Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ: રસ્તાઓ જળ બંબોળ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ ;  દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. દાહોદમાં સિઝનનો ઘણો ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.

(10:43 pm IST)