Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર દ્વારા યોજવામાં આવેલ નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર ટીમ દ્વારા 2જી ઓક્ટોબર  ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના પ્રમુખ ચેતનભાઈ કંસારા, ઉપપ્રમુખ ડૉ. મહેન્દ્ર જાદવ, મહામંત્રી અશોકભાઈ પરમાર, મહામંત્રી સંજયભાઈ રામાનંદી, મંત્રી પ્રણવ સોની અને કારોબારી સભ્ય મહેન્દ્ર સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સ્પર્ધાના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં  ધોરણ-5 થી 8માં પ્રથમ ક્રમાંકે અવની ગુપ્તા, બીજા ક્રમાંકે માધવી રામાનંદી તેમજ ત્રીજા ક્રમાંકે અંજલિ માવાણી જ્યારે ધોરણ-9 થી 12 માં પ્રથમ ક્રમાંકે અવની સોની તેમજ બીજા ક્રમાંકે પ્રેક્ષા રામી વિજેતા થયા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મૂલ્યાંકન કરવા માટે પ્રકાશભાઈ પટેલ તેમજ મિલીબેનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(9:18 am IST)