Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ડુંગરા પોલીસે ચોરખાનામાં દારૂ લઇ જતો પિયાગો ટેમ્પો ઝડપ્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહએ બુટલેગરોની કમર તોડી તેમજ ચોરખાના બનાવી લાવનારને પણ દિવસે તારા બતાવી આપતું ડુંગરા પોલીસ સ્ટેશન

(કાર્તિક બાવીશી ) દમણ બાદ હવે સેલવાસથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું શરૂ થયું છે. જેને રોકવા ડુંગરા પોલીસે હાથ ધરેલા અભિયાન અંતર્ગત આજરોજ તેમણે એક પિયાગિયો પકડી તેના ચોરખાનામાં સંતાડેલો રૂ. 42 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
  ડુંગરા પીએસઆઇની સૂચનાથી લવાછા પીપરિયા ચેકપોસ્ટ પર હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ લાલજીભાઇ, કોન્સ્ટેેબલ જેરૂભા બચુભા, બહાદુર જીવાભાઇ વગેરેએ ચેકિંગ હાથ ધર્યું હતુ. એ દરમિયાન તેમણે એક પિયાગીયો ટેમ્પો નં.GJ15Z7632 ને અટકાવી તેની જડતી લેતાં તેમાં ચોર ખાના બનાવ્યા હોવાનું અને એ ખાનામાં દારૂની 360 બોટલો કિં. રૂ. 45 હજારની સંતાડેલી હોવાનું જોવા મળ્યું હતુ. જેના પગલે પોલીસે ડ્રાઇવર ધર્મેશ બાબુ કોળી પટેલ( રહે. કોચરવા વાપી )ની અટકાયત કરી હતી. તેમજ તેની પુછતાછ કરતા આ દારૂ હિલ બાર વાઇનશોપ ના સંચાલકે ભરાવી આપ્યો હતો અને તેને કમલેશ મંગુ પટેલ અને રાજેશ અરવિંદ પટેલ (રહે. રાતા વાપી)એ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતુ. જેના પગલે પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનારાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

(6:40 pm IST)