Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજપીપળાના મોટાભાગના ATM માં કોવિડ ૧૯ અંગે સાવચેતી ન રખાતા સંક્રમણનું જોખમ : તંત્ર ક્યારે પગલાં લેશે.?

સેનિટાઇઝરની સુવિધાના અભાવે સંક્રમણનું જોખમ:ભોળી પ્રજા પાસે જાહેરનામા ભંગનો તગડો દંડ વસુલ કરતું તંત્ર બેંકો સામે કાર્યવાહી કરશે.?

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને બાનમાં લીધી છે ત્યારે આપણા દેશમાં પણ લાખોની સંખ્યામાં કોરોના દર્દીઓ મળી રહ્યા છે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું ત્યારબાદ અનલોકની પ્રક્રિયા દ્વારા લોકોનું જન જીવન રાબેતા મુજબ થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે

  અનલોકની સાથે સરકાર દ્વારા કોરોના અંગે જાગૃતિ લાવવા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ કરવા, સોસિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત માસ્ક પહેરવું વિગેરે જેવી સલાહ લોકોને આપવામાં આવી રહી છે લોકો તેનો અમલ પણ કરે છે અને જે નથી કરતા તે સામાન્ય પ્રજા પાસે સરકાર તગડો દંડ પણ વસુલ કરી રહી છે ત્યારે રાજપીપળા માં કોરોના અંગે કેટલીક બેંકો ના ATM ખાતે ગંભીર લાપરવાહી જોવા મળી રહી છે ATM મશીન માં એક પછી એક અનેક લોકોના હાથ ટચ થતા હોય છે ત્યારે કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વધુ રહે છે અહીંયા સેનીટાઈઝર ની ફરજીયાત પને જરૂરત છે પરંતુ રાજપીપળા ની કેટલીક બેંકોના ATM ખાતે સેનીટાઈઝર સુદ્ધા ઉપલબ્ધ નથી ત્યારે જો કોરોના નું સંક્રમણ ફેલાય તો એમાં નવાઈ નહીં

 તંત્ર બેંકો ના ATM ઉપર તપાસ કરશે ? બેંકો માં આવી ગંભીર બેદરકારી બાબતે દંડ વસુલશે ? કે પછી લોકોને તેમના હાલ ઉપર છોડી દે છે તે તો સમયજ બતાવશે.

(9:56 pm IST)