Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મહેસાણા: બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી સહીત મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ઠગ ટોળકીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

  મહેસાણાઅમદાવાદવડોદરા અને બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ અને મંદિર ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપીને રૃ.૨૦ લાખથી વધુની ચોરી કરીને હાહાકાર મચાવનાર દાહોદના ગરબાડા ગામની ટોળકીના પાંચ સાગરીતોને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા હતા.જેમાં એક બાળ આરોપી પણ સામેલ છે.ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૃ.૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.તેઓની પુછપરછમાં વધુ ચાર આરોપીના નામ ખૂલતાં પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે.

મહેસાણા જિલ્લામાં મંદિર ચોરીની ઘટનાઓમાં વધારો થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.જેમાં ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસની એક ટીમે દાહોદના ગરબાડામાં વેશભૂષા બદલીને શકમંદો પર વોચ ગોઠવી હતી. ત્યારબાદ પીઆઈ એ.એમ.વાળાપીએસઆઈ એસ.બી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ મહેસાણા પંથકમાં પેટ્રોલીંગમાં હતો તે વખતે મળેલી બાતમી આધારે ખેરવાથી લાંઘણજ રોડ પરથી એક બાળ આરોપી સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતા. પુછપરછમાં તમની ટોળકીઓ મહેસાણા જિલ્લામાં ૯ સહિત ૧૭ જેટલી મંદિર અને ઘરફોડ ચોરીઓ કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.જેમાં વધુ ગુનાઓ પરથી પડદો ઉંચકાય તેવી સંભાવના છે.

(5:58 pm IST)