Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ડુંગરી હાઇવે પરથી ડ્રગ્ઝ સાથે વડોદરાનો યુવાન પકડાયો

ડો. રાજદિપસિંહ ઝાલાએ જિલ્લામાં શરૂ કરાવેલા વાહન ચેકિંગ અભિયાનમાં સર્કલ પીઆઇ એસ. આર. ગામિત, પીએસઆઇ જી. વી. ગોહિલ, એએસઆઇ શ્રીરામ, હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર, કોન્સ્ટેબલ યોગેશભાઇ અને પરેશભાઇએ રૂ. 1.41 લાખનો ડ્રગ્ઝનો જથ્થો પકડી પાડ્યો.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં ઠેર ઠેર હાથ ધરાયેલા વાહન ચેકિંગમાં પોલીસને વાહન ચોરી તેમજ અનેક મોટા ગુનાઓ ડિટેક્ટ થઇ રહ્યા છે. જેમાં વધુ એક મોટી સફળતા ડુંગરી પોલીસને મળી છે. ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચાલકને અટકાવી તેની પાસેથી રૂ. 1.41 લાખની કિંમતનું મેથા એમ્ફેટામાઇન નામનો ડ્રગ્ઝનો જથ્થો પકડી પાડ્યો હતો. 

  ડો. રાજદિપસિંહ ઝાલાએ જિલ્લામાં શરૂ કરાવેલા વાહન ચેકિંગ અભિયાનમાં સર્કલ પીઆઇ એસ. આર. ગામિત, પીએસઆઇ જી. વી. ગોહિલ, એએસઆઇ શ્રીરામ, હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર, કોન્સ્ટેબલ યોગેશભાઇ અને પરેશભાઇએ રૂ. 1.41 લાખનો ડ્રગ્ઝનો જથ્થો પકડી પાડ્યો. પોલીસની ટીમે વાઘલધારા પર ચેકિંગ હાથ ધર્યુંં હતુ. આ દરમિયાન બરોડાનો મોહમદ અરબાઝ ફિરોઝ અહમદ શેખ તેન પલ્સર બાઇક નં.  MH 03 AU 7652 પર જઇ રહ્યો હતો, ત્યારે અટકાવ્યો હતો. જેના પગલે તેની પાછળ સવાર યુવાન કુદીને ભાગતાં પોલીસને શંકા ગઇ અને પોલીસે અરબાઝની જડતી લેતાં તેના બુટમાંથી 14.13 ગ્રામ મેથા એમ્ફેટામાઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટના સંદર્ભે ડુંગરી પોલીસે ગુનો દાખલ કરી અરબાઝની ધપકડ કરી છે. અને ભાગી જનારા અમાનતને વોન્ટેડ જાહેર કર્યો છે.

(7:39 pm IST)