Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

લવરમૂછિયાએ ગન સાથેનો વિડિયો મૂકતા ધરપકડ કરાઈ

વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી : મારામારીના ગુનામાં પકડાયેલ ઈસમે પોતાના સોસિયલ મીડિયામાં રિવોલ્વર સાથેનો વીડિયો અપલોડ કર્યો હતો

સુરત,તા.૧૪ : સુરત શહેરમાં પોલીસ સોશિયલ મીડિયા ઉપર આવા વાંધાજનક અને પ્રજામાં ભય ફેલાય તેવા વીડિયો તેમજ ફોટોગ્રાફ અપલોડ કરનાર ઇસમો ઉપર  પોલીસ  સતત વોચ રાખી રહેલ છે અને આવા પ્રજામાં ભય ફેલાય તેવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કૃત્ય કરનાર ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તત્પર છે  ત્યારે અગાવ બે પોલીસ સ્ટેશનમાં મારામારી ના ગુનામાં પકડાયેલ ઈસમે પોતાના સોસિયલ મીડિયામાં રિવોલ્વર સાથેનો એક વીડિયો અપલોડ કર્યો હતો જોકે, પોલીસે તેને ઝડપી પડી તપાસ કરતા આ ઈસમ પાસેથી એક દેશી પિસ્તોલ મળી આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર રીતે હથીયાર રાખતા ઈસમોને તેમજ પ્રજામાં ખોર્ટે રૌફ જમાવતા અને ભય ફેલાવતા ઇસમોને શોધી કાઢી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના પોલીસ વિભાગને આપવામાં આવી છે.

            તેવામાં એસઓજી પોલીસના ધ્યાને આવેલ કે સોસિયલ મીડિયામાં અમુક ઇસમો ગેરકાયદેસર પ્રકારના હથિયારો સાથેના વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ સહીતની વિવિધ મેસેન્જર એપમાં વીડિયો અપલોડ કરી પ્રજામાં પોતાનો રોફ જમાવે છે અને ભય ઉભો કરે છે, જેથી આવા ઈસમો અંગે તપાસ કરતા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં એક ટીમને સોશિયલ મીડિયા ઉપર સર્વેલન્સ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ્પમા એક ઈસમે પોતાની પાસે રીવોલ્વર જેવું હથિયાર સાથે રાખી પોતાનો વીડિયો બનાવી અપલોડ કર્યો હતો અને જેના કારણે આમ જનતાના માનસમાં ભય ઉભો થઇ શકે છે. જેથી તે ઈસમના સોશિયલ મીડિયા એકાઉન્ટ બાબતે તપાસ કરી  બાલાપીર દરગાહ પાસે જીલાની બ્રીજની નીચે લાલગેટ ખાતે વોચ ગોઠવી આરોપી મઝહર મુનાફ શેખ ઉવ. ૨૨ મદારીવાડ રીફાઈ મજીદની પાછળ વરીયાવી બજાર લાલગેટ સુરત ને ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી  દેશી હાથ બનાવટની રિવોલ્વર નંગ -૧ મળી આવી હતી. પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ પૂછપરછ કરતા  પોતે વારંવાર પોતાના ટીકટોક ઉપર વિડીયો બનાવી અપલોડ કરતો હોય પરંતુ ટીકટોક બંધ થતા તેના જેવી બીજી ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ્પ . ઉપર પોતાના બનાવેલ વીડિયો અપલોડ કરતો હતો બાદ તેના ભાઈનો સાળો તેને રિવોલ્વર વેચવા આપી જતા આ રીવોલ્વર પોતાની પાસે રાખી મુકેલ અને બાદ તે રિવોલ્વર સાથે પોતાનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ.ઉપર અપલોડ કરેલા હોવાની હકીકત જણાવી હતી. આરોપી તથા તેને આ હથિયાર આપનાર વિરૂધ્ધમાં આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી  વધુ તપાસ શરૂ કરી છ જોકે અપકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત ના અલગ અલગ બે પોલીસ મથકમાં મારામારીના ગુના પણ દાખલ થયેલા છે.

(7:26 pm IST)