Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ડેડીયાપાડાના આદિવાસી કલાકારોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું આલ્બમ લોન્ચ કરી યુવા વર્ગને સંદેશ આપ્યો

(ભરત શાહ દ્વારા) નર્મદા જીલ્લામાં જન જાગૃતિના અનેક કાર્યક્રમો વિવિધ સંસ્થાઑ દ્વારા કરવામાં આવે છે તેવા સમયે આદિવાસી સંસ્કૃતિ,કલા,રિતિ-રિવાજ, પહેરવેશ,આદિવાસી ભાષા,તેમજ વ્યસન મુક્તિનું એક અભિયાન હાલ ડેડીયાપાડા ગામમાં રહેતા યુવા આદિવાસી કલાકારોએ ઉપાડયું છે, તેમણે જલારામ સ્ટુડિયોના સહયોગથી પોઇરી તો સ્માઇલ સોંગ લોન્ચ કર્યું છે જેમાં તેમણે આદિવાસી સંસ્કૃતિ તેમજ વ્યસન મુક્તિના સંદેશ ફેલાવી નવયુવાનોને વ્યસન કરતાં અટકવા નો પ્રયાસ કર્યો છે.આ આલ્બમ હાલ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે ત્યારે કલાકાર રીંકું વસાવા,અમિત પાડવી અને જયેશ વસાવાએ ઉપાડેલું આ અભિયાન સાચા અર્થમાં આજના ઝડપી યુગમાં વ્યસનો ના રવાડે ચઢતા યુવા વર્ગ માટે એક નવી રાહ ચીંધશે તેમ જણાઈ રહ્યું છે.

(10:18 pm IST)