Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

નર્મદા પોલીસે પાઇપ ચોર ગેંગને ઝડપી લીધા બાદ પણ ચોરીનો સિલસિલો યથાવત

અણીજરા ગામમાંથી વધુ એક ખેડૂતના ખેતરમાંથી 80 હજારના પાઇપોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસે હાલમાં જ ડ્રિપ ઇરીગેસનની નાંદોદ તાલુકાના ગામોમાં ચોરી કરનાર ગેંગને મુદામાલ સાથે ઝડપી લીધા બાદ પણ આ ચોરીનો શીલસિલો હજુ ચાલુ જ હોય તેમ ખેડૂતોમાં ભય ફેલાયેલો જોવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના ખત્રીવાડમાં રહેતા મહેન્દ્રભાઇ કંચનલાલ  કાછીયાની ફરિયાદ મુજબ તેમના અણીજરા ગામના ખેતરના શેઢા ઉપર ઇરીગેશનની પાઇપો કાઢીને મુકેલ હતી જેની કિ.રૂા.૮૦, ૦૦૦ ની કોઈ ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
બે દિવસ પહેલાજ નાંદોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેતરમાં ડ્રિપ ઇરીગેસન પાઇપો ની લાખોની ચોરી કરતી ગેંગ ને નર્મદા પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડી હોવા છતાં આજે વધુ એક ખેતરમાં થયેલી આ ચોરી બાબતે અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યા છે.શુ આ ગેંગ ના કોઈ બીજા સાગરીતો ખુલ્લેઆમ ફરે છે..?કે અન્ય કોઈ બીજી ગેંગ સક્રિય થઈ છે..? તેવા સવલો હાલ નાંદોદ પંથક માં ચર્ચા માં છે

(10:20 pm IST)