Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાજપે ગુજરાતમાં ૩૧ મુસ્લિમોને ટિકીટ આપી

અમદાવાદ તા. ૧પઃ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (એઆઇએમઆઇએમ) ગુજરાતમાં આવી છે ત્યારે કોંગ્રેસને તેની મુસ્લિમ વોટર બેંક સરકી જવા અંગે ચિંતા છે, જયારે ભાજપને પણ વ્યૂહરચના બદલવાની ફરજ પડી છે. ભરૂચ જિલ્લામાં ૩ર૦ માંથી ૩૧ બેઠકો પર ભાજપે મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ગુજરાતમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટાળીને શરૂઆતથી હિન્દુત્વના એજન્ડા પર ચાલે છે. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણીઓ ભાજપે છેલ્લા ત્રણ દાયકામાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ઉતાર્યો નથી. જો કે આર.એસએસ સાથે જોડાયેલા રાષ્ટ્રીય મુસ્લિમ મંચ ગુજરાતમાં ભાજપ માટે કામ કરી રહ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપે જુહાપુરામાં રાજયના પૂર્વ પોલીસ મહાનિર્દેશક એસ. એસ. ખંડવાલાને ટિકિટ આપી હતી. પરંતુ મુસ્લિમ હોવા છતાં, તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી હારી ગયા. ર૧ ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. ર૮ મી ફેબ્રુઆરીએ ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકાઓ અને ર૩૧ તનાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે.

ભરૂચ એક આદિજાતિનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર છે અને એઆઇએમઆઇએમ સાથે જોડાણમાં ભારતીય ટ્રાસંબલ પક્ષની સારી પકડ માનવામાં આવે છે. બીટીપીના નેતા ધારાસભ્ય છોટુ વસાવા અગાઉ કોંગ્રેસ સાથે જોડાણમાં હતા પરંતુ ગત રાજયસભાની ચૂંટણી દરમિયાન તેમણે ભાજપના પક્ષમાં મત આપવાની ઘોષણા કરી હતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં છોટુ વસાવાને ભરૂચથી લોકસભાના ઉમેદવાર માનવામાં આવતા નથી.

(11:44 am IST)