Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

શિયાળાને કહો બાય... બાય...: મિશ્ર ઋતુ અનુભવાશે

કાલનો દિવસ ઝાકળવર્ષા, બુધવારથી વ્હેલી સવારે અને મોડી રાત્રી આંશિક ઠંડીનો અનુભવ, બપોરે ઉનાળા જેવું વાતાવરણ : લઘુતમ ૧૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી આજુબાજુ રહેશે : એન.ડી. ઉકાણી

રાજકોટ, તા. ૧૫ : શિયાળો હવે ધીમે - ધીમે વિદાય લઈ રહ્યો છે. વ્હેલી સવારે અને મોડી રાત્રે આંશિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં પણ ઠંડી વિદાય લ્યે તેવા સંજોગો છે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યુ હતું કે હાલ બે - ત્રણ દિવસથી સવારે ઝાકળનો અનુભવ થઈ રહ્યો છે. જે આવતીકાલ સુધી રહેશે. તા. ૧૭ થી ૨૩ ફેબ્રુઆરી સુધી ઝાકળની સંભાવના નથી. પવન નોર્થ ઈસ્ટરલી (જમીની પવન) ફૂંકાશે. ભેજનું પ્રમાણ પણ ઘટશે.

ઉકત દિવસો દરમિયાન લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી આજુબાજુ અને દિવસનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી આસપાસ રહેશે. વ્હેલી સવારે અને રાત્રીના આંશિક ઠંડીનો અહેસાસ થશે. દિવસ દરમિયાન ગરમી અનુભવાશે. આમ હવે ધીમે - ધીમે શિયાળો વિદાય તરફ છે. હાલ મિશ્ર ઋતુનો અનુભવ થશે.

(4:01 pm IST)