Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મુખ્યમંત્રી સાથે રહેલ કયા દિગ્ગજ નેતાના ટેસ્ટ થશે?

અનેક દિગ્ગજો વિજયભાઈને મળ્યા છે : વડોદરામાં સાથે રહેલાના ટેસ્ટ ચાલુ : પાર્લામેન્ટરી બોર્ડમાં પણ અનેક નેતા મળેલ

રાજકોટ : વિજયભાઈનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા અને તેમને મળેલા તમામ લોકોનો કોરોના રીપોર્ટ કરવામાં આવશે.

વિજયભાઈ સાથે રહેતા સિકયુરીટી જવાનોનો કોરોના ટેસ્ટ કરાશે.

શ્રી રૂપાણીના નિવાસસ્થાને આવેલા કાર્યાલયને સેનેટાઈઝ કરાશે.

રૂપાણીના કાર્યાલય અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે.

ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારોનો પણ કોરોના ટેસ્ટ કરાશે.

થોડા દિવસ પહેલા જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ, રંજન ભટ્ટ, ભરતભાઈ ડાંગર પણ સીએમને મળ્યા હતા.

સીએમ સાથે વડોદરા હતા તેવા નેતાઓએ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.

 ડો. વિજય શાહ, શહેર ભાજપ પ્રમુખ

 ડો. જીગીશાબેન શેઠ, પૂર્વ મેયર

 રંજનબેન ભટ્ટ, સાંસદ

 યોગેશ પટેલ, મંત્રી નર્મદા વિભાગ

 સુનિલ સોલંકી, શહેર ભાજપ મહામંત્રી

 ભરત ડાંગર, પ્રદેશ પ્રવકતા

 એન.વી. પટેલ, વુડાના પૂર્વ ચેરમેન

 મનીષાબેન વકીલ, ધારાસભ્ય

 સીમાબેન મોહીલે, ધારાસભ્ય

 જીતેન્દ્ર સુખડીયા, ધારાસભ્ય

 બાલુ શુકલ, પૂર્વ સાંસદ

 ભાર્ગવ ભટ્ટ, મહામંત્રી ગુજરાત ભાજપ.

(4:02 pm IST)