Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વડોદરા પોલીસ કમિશ્નરના નામે ફેંક એકાઉન્‍ટસ બનાવનાર ભેજાબાજોને ઝડપવા ગુજરાત પોલીસ દિલ્‍હી પહોંચી

ગુજરાત કનેકશન પણ ખૂલ્‍યું: આઈપીએસ અને આઈએએસ અને રાજકારણીઓને ભોગ બનાવનાર ગેંગ પાસેથી અનેક રહસ્‍યો ખુલશે : ફેસબુક એકાઉન્‍ટ ખોલવાની ખામી ભરેલ પધ્‍ધતિ અંગે ફેસબુકના જવાબદારો સાથે સીપી શમશેર સિંઘે ચર્ચા કરી

રાજકોટ તા.૧૫: ગુજરાત સહિત દેશભરના આઇપીએસ અને આઇએએસ સહિત કેટલાક રાજકારણીઓના ફેક્‌ એકાઉન્‍ટસ બનાવી આર્થિક અપરાધ ના મામલાનો સિલસિલો આગળ વધ્‍યો છે. રાજકોટ રેન્‍જ વડા સંદીપ સિહ બાદ હવે વડોદરા પોલીસ કમિશનર ના નામનું ફેંક એકાઉન્‍ટ્‍સ બનાવી તેમના મિત્રો શુભેચ્‍છકો સાથે છેતરપિંડી થતાં પોલીસ કમિશનર ચોકી ઉઠ્‍યા હતા.                          

સાઈબર નિષ્‍ણાંત એવા સી.પી. શમશેર સિંઘ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી કરી આવા સાયબર માફિયાઓનું પગેરૂં મેળવી લીધું છે. વડોદરા પોલીસની ખાસ ટીમો દિલ્‍હી પહોંચી છે અને આરોપીઓને દબોચી લીધા છે.                       

આ કેસમાં ગુજરાત ના પણ કેટલાક શંકાના દાયરામાં છે અને તેવો પણ તુરત ઝડપાઇ જશે તેમ સૂત્રો જણાવે છે.                                   

અત્રે યાદ રહે કે વિધાન સભા અધ્‍યક્ષના નામે પણ આવા પ્રયાસો કરનાર આરોપીઓને સીપી ટીમ દ્વારા તાત્‍કાલિક હરિયાણા થી ઝડપી લેવામાં આવેલ.                            

‘‘અકિલા'' સાથે ની વાતચીતમાં વડોદરા પોલીસ કમિશનર દ્વારા ફેસ બુકમાં જવાબદારો સાથે ચર્ચા કરી નવા એકાઉન્‍ટ સમયે જે મોબાઈલ નંબર સહિત બીજા જરૂરી દસ્‍તાવેજો  તેની ખરાઇ કરવાની જે કાળજી રાખવી જોઈએ તે ન રખાતી હોવા બાબતે પણ ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે.                                              

મહારાષ્‍ટ્ર એસીબીના વડા સહિત દેશભરમાં ઊંચ અફસરીના નામે ફેંક એકાઉન્‍ટસ બનાવવાંની વધતી ચિંતા કારક છે. ગુજરાતમાં સૌરાષ્‍ટ્ર ગુજરાતના પીઆઇ લેવલ અફસરો પણ શિકાર બન્‍યા છે                    

દિલ્‍હી થી ઝડપાયેલ ગેંગ કે જેમા ગુજરાત કનેક્‍શન છે તેઓની આગવી ઢબની પૂછ પરછ દરમિયાન ઘણા અણ ઉકેલ ભેદ ખુલશે તેવું મનાય રહ્યુ છે.

(4:29 pm IST)