Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સાબરમતી જેલ સંકુલની કાળમીંઢ દિવાલો રાતોરાત કેદીઓ દ્વારા સંચાલિત ઉદ્યોગોની ઝાંખી દર્શાવતા ચિત્રોથી ઝગમગી ઊઠી

રાજકોટના ૫૦ યુવા અને યુવતી ટીમનું અદ્દભુત કાર્ય કિન્‍નર પાયલ પણ સામેલઃ કલાકારોને પ્રોત્‍સાહિત કરવા અમદાવાદના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર અને વલ્‍ડ લેવલના ચિત્રકાર અજય ચૌધરી પણ જોડાયા :ગુજરાતનાં જેલ વડા ડો.કે.એલ.એન. રાવ દ્વારા આત્‍મનિર્ભર શ્રેણીમાં વધુ એક અનોખો પ્રયોગઃ આઈપીએલ જેલ સુપ્રિ.રોહન આનંદ અને ફેકટરી મેનેજર શ્રી પરમાર ટીમનું કાબિલેદાદ આયોજનઃ કેદીઓ દ્વારા અથાગ જહેમત લેવાઈ

રાજકોટ તા.૧૫:  ગુજરાતની સૌથી મોટી એક નાના ગામ સમી સાબરમતી જેલના કેદીઓ કાળ મિંઢ પથ્‍થરોની દિવાલો જોઈ જોઈને તેમના હૃદય પથ્‍થરો જેવા ન બની જાય તેવા પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચિત્ર નગરીના ૫૦ થી વધુ કલાકારો સાથે ગુજરાતના વિવિધ કલાકારો દ્વારા આવી દીવાલો જેલમાં ચાલી રહેલા વિવિધ પ્રવૃતિની ઝાંખી આપતા અદભૂત ચિત્રોથી રાતો રાત  કલરફૂલ  બનાવવામાં આવેલ.                        

ગુજરાત જેલના ઇતિહાસમાં ન  થયું હોય તેવુ અભૂતપૂર્વ કાર્ય કરનાર ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ ની રાહબરી હેઠળ સુપર ડૂપર આયોજન આઇપીએસ જેલ અધિક્ષક રોહન આનંદ ફેક્‍ટરી મેનેજર અને ઇન્‍ચાર્જ નાયબ અધિક્ષક શ્રી.પરમાર ટીમ દ્વારા થયેલ.                                        

રાજકોટ ચિત્ર નગરીના કલાકારો ની કલાને પ્રોત્‍સાહિત કરવા માટે અમદાવાદના જોઇન્‍ટ પોલીસ કમિશનર અને ઇન્‍ટરનેશનલ ચિત્રકાર અજય ચૌધરી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. એટલુજ નહિ કલાકારો ને અને કેદીઓની સાથે તેવો દ્વારા પણ મોર્ડન આર્ટસ શૈલી મુજબ ચિત્ર તુરત દીવાલ પર કંડારેલા.  રાજકોટ થી જેલ પ્રશાસન ના આમંત્રણ અંતરંગ સિનિયર પત્રકાર જગદીશભાઈ ગણાત્રા કલર વિનામૂલ્‍યે પૂરો પાડનાર  ગ્‍લોબલ પેન્‍ટના હિમાંશુભાઈ સચદેના પ્રતિનિધિ તરીકે પંકજભાઇ પારેખ રાજકોટના અંબાણી ફોનના હિતેશભાઈ અંબાણી નિવૃત્ત ડીવાયએસપી શ્રી.મન્‍સૂરી તથા દર્શક અને પૂનમ ગોટીચા લાલાણી સુરેશ રાવલ વેગ્રે ઉપસ્‍થિત રહેલ.                                

કેદીઓના જીવનને રંગ બે રંગોથી ભરવાના રાજકોટ ચિત્ર નગરીની મૌલિક ગોટેચાં ટીમ ના અનુકરણીય કાર્યમાં કિન્‍નર પાયલ દ્વારા પણ પણ ચિત્રો દોરી સમાજને વિશેષ સંદેશ અપાયેલ.જેલ કેદીઓ દ્વારા કાબિલે દાદ વ્‍યવસ્‍થા ગોઠવાય હતી.

રાજકોટ જેલ બાદ ગુજરાતની સૌથી મોટી જેલ મા કેદીઓ મા હકારાત્‍મક ભાવ સાથે ખૂબ સારી ઊર્જાના સંચાર કરવા માટે મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટના જીતુભાઈ ઞોટેચાનું જેલ પ્રશાસન અને કેદીઓ દ્વારા તાળીઓના ગડગડાથી સ્‍વાગત થયેલ.

(4:29 pm IST)