Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોટેરા સ્ટેડિયમનું ૨૩મી ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

૨૪મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ સમારોહમાં હાજર રહે તેવી સંભાવના

અમદાવાદઃ અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ૨૪મી ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમાશે. આ પૂર્વે ૨૩મી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આ સમારોહમાં હાજર રહે તેવી સંભાવના છે.

મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોના બેસવાની ક્ષમતા છે પરંતુ કોરોના સંબંધી ગાઇડલાઇન્સને ધ્યાને રાખીને માત્ર ૫૦ હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસીને મૅચનો રોમાંચ માણી શકશે.

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૨ ટેસ્ટ મેચ, પાંચ ટી૨૦ મૅચ રમાશે. ટી૨૦ સિરીઝની પ્રથમ મૅચ ૧૨ માર્ચે રમાશે.

(4:38 pm IST)