Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અમદાવાદમાં ઍરટેલ કંપનીનું નેટવર્ક ટેક્નીકલ ખામીના કારણે ખોરવાતા અનેક મોબાઇલ ધારકો હેરાન-પરેશાન

અમદાવાદ: અમદાવાદમાં એરટેલ કંપનીનું નેટવર્ક ખોરવાતા મોબાઇલ યૂઝર્સ પરેશાન થયા હતા. એરટેલના નેટવર્કમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી જેને કારણે નેટવર્ક સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. એરટેલનું નેટવર્ક ખોરવાતા મોબાઇલ યૂઝર્સની સાથે સાથે ઓફિસ વર્ક કરતા એરટેલના કસ્ટમરને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

એરટેલનું નેટવર્ક ખોરવાતા 10 મિનિટમાં જ નો નેટવર્કની હજારો ફરિયાદ મળી હતી. અમદાવાદ જ નહી ગુજરાતના અનેક શહેરોમાં એરટેલનું નેટવર્ક ડાઉન થયાની ફરિયાદો મળી હતી.

(5:12 pm IST)