Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સુરતના પાંડેસરામાં પાંચમા માળેથી સફાઈ દરમ્યાન નીચે પટકાતા ગંભીર ઇજાથી શખ્સનું મોત

સુરત: શહેરના પાંડેસરાના વડોદગામ ખાતે આવેલ મનપાના આવાસમાં રહેતો યુવક ગઈ કાલે સાંજે પાંચમા માળે પાણી ટાકીમાં થયેલ બ્લોકને ઠીક કરી રહ્યો હતો ત્યારે તેનો હાથ લપસી જતા પાંચમા માળેથી નીચે પટકાઈ જવાને કારણે તેને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળેજ કરૂણ મોત થઇ ગયું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદગામ ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતા 37 વર્ષીય દિનેશ દુઃખન રામ પરિવારમાં પત્ની તેમજ બે એક પુત્ર એન એક પુત્રી સાથે રહેતો હતો અને પાંડેસરાની ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 

દરમિયાન ગાઈ કાલે સાંજે આવાસના પાંચમા માળે મુકેલી પાણી ટાંકીમાં બ્લોક થઇ જતા બ્લોક ઠીક કરવા માટે ચઢ્યો હતો અને બ્લોક ઠીક કરી રહ્યો હતો ત્યારે તેનો હાથ લપસી જતા તેને બેલેન્સ ગુમાવ્યો હતો અને પાંચમા માળેથી નીચે પટકાઈ ગયો હતો જેને કારણે તેને માથાના ભાગે તેમજ શરીના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલમાં પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(6:03 pm IST)