Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સુરત:અડાજણ પાટિયા વિસ્તારમાં ફ્લેટ્સમાં મહિલા દ્વારા ચલાવવામાં આવતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા :8ની ધરપકડ

સુરત: શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા દિવાળી બાગ ફ્લેટ્સમાં મહિલા દ્વારા ચલાવવામાં આવતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી મહિલા ઉપરાંત જુગાર રમવા આવનાર 8ને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 79,721 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે અડાજણ પાટીયા સ્થિત રૂષભ ટાવરની સામે દિવાળી બાગ ફ્લેટ્સમાં રહેતા રંજનબેન ઉર્ફે ડિમ્પલ અભિનેષ મહેતા (ઉ.વ. 43) ને ત્યાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડયા હતા. જયાંથી પોલીસે જુગાર રમતા દિનેશ ભોગીલાલ શાહ (ઉ.વ. 55) અને તેમના પુત્ર વરસાદ દિનેશ શાહ (ઉ.વ. 26 બંને રહે. કીંગ સ્ટોન બિલ્ડીંગ, બાગબાન સર્કલ, પાલ), હસમુખ પ્રેમજી કોટક (ઉ.વ. 60 રહે. ડી 207, વિઠ્ઠલનગર સોસાયટી, હીરાબાગ, વરાછા), ધીરૂભાઇ ગોરધન સોજીત્રા (ઉ.વ. 57, રહે. મણીબાગ સોસાયટી, પારસ પોલીસ ચોકી નજીક, કતારગામ), સુધીર વીરચંદ દોષી (ઉ.વ. 57 રહે. બી 503, ક્રીશ રેસેડીન્સી, પાલ), જયેશ અંબાલાલ પટેલ (ઉ.વ. 56 રહે. 22 ઇચ્છાનગર સોસાયટી, જહાંગીરપુરા), અનીલ પ્રવિણચંદ્ર શાહ (ઉ.વ. 42 રહે. બી 303, સુર્યાજલી બિલ્ડીંગ, કોસાડ રોડ) ને ઝડપી પાડયા હતા. 

(6:04 pm IST)