Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વડોદરા:છેતરપિંડીના ત્રણ જુદા જુદા ગુનાહમાં નાસતા ફરતા આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરમાં છેતરપિડી અને  વિશ્વાસઘાતના ત્રણ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને જવાહર નગર  પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ-૨૦૦૭ માં જવાહર નગર પોલીસ સ્ટેશનમાં આરોપી મોહમંદ રઇશ અબ્દુલ હમીદ કુરેશી (રહે,દાન્દુર ગામ,પ્રતાપગઢ યુ.પી.) વિરૃદ્ધ છેતરપિડીનો ગુનો દાખલ થયો હતો.મોહમંદ કોયલી રિફાઇનરીમાંથી ડામરનું ટેન્કર ભરીને રાજસ્થાનના બાડમેર ખાતે જવા નીકળ્યો હતો.પરંતુ,તેને રસ્તામાં જ ૩.૦૭ લાખનો ડામર સગેવગે કરીને ટેન્કર અમદાવાદ નજીક બિનવારસી હાલતમાં છોડી દીધુ હતુ.જે ગુનામાં નાસતા ફરતા મોહંમદને પોલીસે ઝડપી લીધો છે.

અન્ય એક બનાવમાં વર્ષ-૨૦૧૩ માં રણેાલીની ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ડિઝલના ૧૦ હજાર રૃપિયા લઇને નીકળેલા ડ્રાયવર દિપક રામદયાલ મોર્ય (રહે.રાજપુરા ગામ,યુ.પી.)એ અન્ય પેટ્રોલપંપ પર જઇને ડિઝલ પુરાવ્યા વિના જ ૨૭ હજાર રૃપિયા રોકડા લઇ લીધા હતા.આ અંગે નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા દિપકને જવાહર નગર પોલીસે ઝડપી લીધો છે.

(6:09 pm IST)